ઈરાન-અમેરિકા તણાવની અસર, સતત ચોથા દિવસે વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો આજના રેટ
ઈરાન અને અમેરિકા યુદ્ધના કગારે પહોંચી ગયા છે. બંને દેશો વચ્ચે ચાલી રહેલા ભયંકર તણાવની અસર હવે ક્રુડ ઓઈલના ભાવો પર પડી રહી છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત ચોથા દિવસ પણ વધ્યાં. દેશની રાજધાની દિલ્હીમાં ચાર દિવસોમાં પેટ્રોલ 40 પૈસા અને ડીઝલ 55 પૈસા મોંઘુ થયું.
નવી દિલ્હી: ઈરાન અને અમેરિકા યુદ્ધના કગારે પહોંચી ગયા છે. બંને દેશો વચ્ચે ચાલી રહેલા ભયંકર તણાવની અસર હવે ક્રુડ ઓઈલના ભાવો પર પડી રહી છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત ચોથા દિવસ પણ વધ્યાં. દેશની રાજધાની દિલ્હીમાં ચાર દિવસોમાં પેટ્રોલ 40 પૈસા અને ડીઝલ 55 પૈસા મોંઘુ થયું.
આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રુડ ઓઈલમાં આવેલી તેજી બાદ હાલ પેટ્રોલ અને ડીઝલની વધતા ભાવમાં રાહત મળે તેવી સંભાવના જોવા મળી રહી નથી. ઓઈલ કંપનીોએ આજે દિલ્હી, કોલકાતા, મુંબઈ અને ચેન્નાઈમાં પેટ્રોલના ભાવમાં નવ પૈસાનો વધારો કર્યો. જ્યારે ડીઝલ દિલ્હી, ચેન્નાઈ અને કોલકાતામાં 11 પૈસા જ્યારે મુંબઈમાં 12 પૈસા પ્રતિ લીટર મોંઘુ થયું છે.
ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ મુજબ દિલ્હી, કોલકાતા, મુંબઈ અને ચેન્નાઈમાં પેટ્રોલના ભાવ વધીને ક્રમશ: 75.54 રૂપિયા, 78.13 રૂપિયા, 81.13 રૂપિયા અને 78.48 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયો છે. આ બાજુ ચારેય મહાનગરોમાં ડીઝલનો ભાવ વધીને ક્રમશ 68.51 રૂપિયા, 70.87 રૂપિયા, 71.84 રૂપિયા અને 72.39 રૂપિયા પ્રતિ લીટર થયો છે.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube